1. પર્યાવરણ ને ઇકોલોજી — પાયાની સમજ
આપણી આસપાસ રહેલી હવા, પાણી, જમીન, છોડ ને પ્રાણી — એ બધું ભેગું મળીને પર્યાવરણ બને છે. ઇકોલોજી એટલે જીવો ને તેમની આસપાસના વાતાવરણ વચ્ચેના સંબંધનો અભ્યાસ.
મૂળ વાત
- •પર્યાવરણ બે ભાગનું બને: જૈવિક (છોડ, પ્રાણી, સૂક્ષ્મ જીવ) ને અજૈવિક (હવા, પાણી, જમીન, સૂર્યપ્રકાશ).
- •ઇકોલોજી જીવો એકબીજા ને વાતાવરણ સાથે કેવી રીતે જોડાયેલા છે તે સમજાવે.
- •પરીક્ષામાં દિવસો, સંમેલનો, રાષ્ટ્રીય ઉદ્યાન ને ગુજરાતનાં પ્રતીકો વારંવાર પૂછાય.
યાદ રાખવાની ટ્રિક
- 'જૈવિક = જીવ' (છોડ-પ્રાણી) ને 'અજૈવિક = નિર્જીવ' (હવા-પાણી-જમીન) — બંને ભેગાં તે પર્યાવરણ.
- પર્યાવરણ દિવસ '5 જૂન' ને પૃથ્વી દિવસ '22 એપ્રિલ' — બે તારીખ પાક્કી કરી લો.