મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમાં બન્યું, ગુજરાત માટે

એવી મોક ટેસ્ટ જે તમારી ભાષાને માન આપે.

મોટાભાગનાં online platform ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને છેલ્લે યાદ કરે છે. અમે ત્યાંથી જ શરૂઆત કરીએ છીએ.

અમારું ધ્યેય

દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, PSI, GPSC, TET, GSEB જેવી પરીક્ષાઓની તૈયારી કરે છે — મોટા ભાગના ગુજરાતી માધ્યમમાંથી, ઘણા ગામડાં અને મધ્યમ-વર્ગનાં પરિવારોમાંથી. એમને પોતાની ભાષામાં, પોસાય એવા ભાવે, ઉત્તમ ગુણવત્તાની મોક ટેસ્ટ મળવી જોઈએ. બસ, એ જ અમે બનાવી રહ્યા છીએ.

અહીં છુપાયેલા ભાવ નથી, "counsellor સાથે વાત કરો" વાળી જાળ નથી, WhatsApp પર spam નથી. ફક્ત અસલ પરીક્ષા જેવી ટેસ્ટ, સાચું analysis — બધું ગુજરાતીમાં.

ગુજરાતી-first

ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષા પહેલા દિવસથી ગુજરાતીમાં. જરૂર પડે ત્યાં હિન્દી અને English પણ.

અસલ પરીક્ષા જેવો અનુભવ

ખરી પરીક્ષા જેવું જ test player, સાચો timer, સાચું નેગેટિવ માર્કિંગ. જે અહીં પ્રેક્ટિસ કરશો એ જ exam hall માં જોવા મળશે.

બધા માટે

2,000+ ટેસ્ટ, જૂનાં પેપર, રોજનું કરન્ટ અફેર્સ ને પદ્ધતિ material — બધું 100% ફ્રી. કોઈ ફી નહીં, કોઈ છૂપો ચાર્જ નહીં.

અહીં શું-શું મળે છે?

  • ફુલ-લેન્થ મોક ટેસ્ટ LRD, PSI, તલાટી, CCE, GPSC, NTPC…
  • વિષય-વાર પ્રેક્ટિસ ટેસ્ટ દરેક વિષયની અલગ PYQ-style ટેસ્ટ
  • રોજનું કરન્ટ અફેર્સ ક્વિઝ + વાંચન સામગ્રી, રોજ સવારે
  • પદ્ધતિ material રિઝનિંગ-ગણિતના શોર્ટકટ અને ટ્રિક
  • જૂનાં પેપર (PYQ) official સ્રોતમાંથી, મફત
  • લીડરબોર્ડ + analysis ક્યાં ભૂલ થાય છે એ તરત ખબર પડે

પહેલી ટેસ્ટ ફ્રી આપો

કોઈ payment નહીં, કોઈ શરત નહીં — બસ sign up કરો અને શરૂ કરો.