1. પરિચય — આ વિભાગ કેમ સહેલો છે
શું શીખવાનું છે
- •યામભૂમિતિ એટલે આલેખ પર બિંદુઓની રમત. દરેક બિંદુને બે આંકડા (x, y) થી લખાય.
- •ત્રિકોણમિતિ એટલે કાટકોણ ત્રિકોણના ખૂણા અને બાજુઓ વચ્ચેનો સંબંધ — sin, cos, tan.
- •આ આખો વિભાગ સૂત્ર આધારિત છે. એક વાર સૂત્રો અને ત્રિકોણમિતિ ટેબલ ગોખી લો, એટલે મોટા ભાગના પ્રશ્નો 30 સેકન્ડમાં થઈ જાય.
પ્રશ્ન કેવા આવે
- •બે બિંદુ વચ્ચેનું અંતર, મધ્યબિંદુ, વિભાજન બિંદુ, ત્રિકોણનું ક્ષેત્રફળ, સમરેખ બિંદુ.
- •sin/cos/tan ના પ્રમાણભૂત મૂલ્યો (0, 30, 45, 60, 90), પૂરક ખૂણા, નિત્યસમ.
- •ઊંચાઈ અને અંતર — ઉન્નતિ ખૂણા 30, 45, 60 વાળા મકાન-ટાવરના પ્રશ્નો.
- •પાયથાગોરસ પ્રમેય અને ત્રિકોણના ખૂણાનો સરવાળો.
મુખ્ય મંત્ર
- •મોટા ભાગના અંતરના પ્રશ્નોમાં 3-4-5 અથવા 6-8-10 જેવા પાયથાગોરસ જોડકાં છુપાયેલા હોય — ઓળખી લો તો વર્ગમૂળ ગણવાની જરૂર નહીં.
- •ત્રિકોણમિતિ ટેબલ પાકું ગોખો — એ વગર આ વિભાગ થાય જ નહીં.
- •tan = sin/cos હંમેશા યાદ રાખો, એટલે tan અલગ ગોખવાની જરૂર નહીં.