નીચે આપેલ ત્રણ વિકલ્પોમાંથી કોઈ એક મુદ્દા પર ઓછામાં ઓછા ૨૫૦ અને વધુમાં વધુ ૩૦૦ શબ્દોમાં નિબંધ લખો. — ૧.૧ કોઈ પણ રાષ્ટ્રનું ભાવિ તેના વર્ગખંડોમાં આકાર લે છે.
આમાંથી કોઈ એક: 1.1, 1.2, 1.3
CCE Group A મુખ્ય પરીક્ષા 2024 · 25-11-2024 · કુલ 100 ગુણ · 3 કલાક · 26 પ્રશ્ન
સત્તાવાર પ્રશ્નપત્ર: GSSSB
પ્રશ્નો બધા માટે ખુલ્લા છે. આદર્શ જવાબ Group A પૅકમાં — સાથે AI જવાબ-તપાસ પણ.
નીચે આપેલ ત્રણ વિકલ્પોમાંથી કોઈ એક મુદ્દા પર ઓછામાં ઓછા ૨૫૦ અને વધુમાં વધુ ૩૦૦ શબ્દોમાં નિબંધ લખો. — ૧.૧ કોઈ પણ રાષ્ટ્રનું ભાવિ તેના વર્ગખંડોમાં આકાર લે છે.
આમાંથી કોઈ એક: 1.1, 1.2, 1.3
નીચે આપેલ ત્રણ વિકલ્પોમાંથી કોઈ એક મુદ્દા પર ઓછામાં ઓછા ૨૫૦ અને વધુમાં વધુ ૩૦૦ શબ્દોમાં નિબંધ લખો. — ૧.૨ કુપોષણ : એક સળગતી સમસ્યા
આમાંથી કોઈ એક: 1.2, 1.1, 1.3
નીચે આપેલ ત્રણ વિકલ્પોમાંથી કોઈ એક મુદ્દા પર ઓછામાં ઓછા ૨૫૦ અને વધુમાં વધુ ૩૦૦ શબ્દોમાં નિબંધ લખો. — ૧.૩ બાયોસ્ફિયર રિઝર્વ વૈશ્વિક પડકારોનો સ્થાનિક ઉકેલ પૂરો પાડે છે.
આમાંથી કોઈ એક: 1.3, 1.1, 1.2
નીચે આપેલ બે વિકલ્પોમાંથી કોઈપણ એક કાવ્ય પંક્તિઓનો આશરે ૧૦૦ શબ્દોમાં વિચાર વિસ્તાર કરો. — ૨.૧ આપણ અન્ન ભિક્ષા માંગી લાવતા, તને સાંભરે રે ? મળી જમતા ત્રણે ભ્રાત, મને કેમ વિસરે રે ? આપણ સૂતા એક સાથરે, તને સાંભરે રે ? સુખ દુઃખની કરતા વાત, મને કેમ વિસરે રે ? – પ્રેમાનંદ
આમાંથી કોઈ એક: 2.1, 2.2
નીચે આપેલ બે વિકલ્પોમાંથી કોઈપણ એક કાવ્ય પંક્તિઓનો આશરે ૧૦૦ શબ્દોમાં વિચાર વિસ્તાર કરો. — ૨.૨ ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં પ્રકંડ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂબી ભલે, પછાડ ઘણ, ઓ ભુજા! ધમધમાવ સૃષ્ટિ બધી! – સુન્દરમ
આમાંથી કોઈ એક: 2.2, 2.1
પર્યાવરણ કોઈ નવો વિચાર કે વિષય નથી. પર્યાવરણ એટલે પૃથ્વી પરના આવરણ-જળ, જમીન અને હવા આ ત્રણેય વસ્તુની કુદરતી શુધ્ધતા પ્રાણીઓના સ્વસ્થ જીવન માટે ઘણી જ જરૂરી છે. પહેલા પર્યાવરણની જાળવણી અને સમતુલા આપોઆપ જળવાતી રહેતી તેથી માણસોનો એ વિષય ઉપર ધ્યાન આકર્ષવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હતો. પરંતુ, આજકાલ પર્યાવરણની સમતુલા એટલે હદે બગડી છે કે શુધ્ધ હવા, પાણી અને ખોરાક મળવા મુશ્કેલ બન્યા છે.પૃથ્વી પર હાનિકારક કચરાના ઢગ ખડકવા લાગ્યા છે, જેથી દુનિયામાં વત્તાઓછા પ્રમાણમાં વાતાવરણ પ્રદૂષિત થયું છે. જાતજાતના ભયંકર અને અસાધ્ય રોગો થવા લાગ્યા છે જેની અસર સ્ત્રીઓ ઉપર પણ પડી છે. સ્ત્રીઓને પર્યાવરણ સાથે સીધો સંબંધ છે, તેથી પર્યાવરણની અસર સ્ત્રીઓ ઉપર વધારે પડે છે. ગ્રામ્ય મહિલાઓ અને શહેરમાં મજૂર વિસ્તારની મહિલાઓની મુખ્ય કામગીરી ઉપર નિરીક્ષણ કરતા જણાશે કે મહિલાઓ પુરુષની સરખામણીમાં કે રોજીંદા કામોમાં ૮૦ ટકાથી વધારે સમય આપે છે તેનો સીધો સંબંધ પર્યાવરણ સાથે છે.
નીચે આપેલ ગદ્ય ખંડનો (૧૪૫ શબ્દો), મૂળ વિચાર જળવાઈ રહે એ રીતે લગભગ ૧/૩ ભાગમાં (૪૮ શબ્દો) સંક્ષેપ કરો.
જળવાયુ પરિવર્તનની સ્થિતિમાં કૃષિ તથા ખાધાખોરાકીમાં સ્વાવલંબન જાળવી રાખવું હશે તો, કૃષિ સંશોધન અને વિકાસ પાછળના ખર્ચમાં સતત વધારો થતો રહેવો જરૂરી છે. તે ઉત્પાદકતા ઉપરાંત સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ કરે છે. ખાતર સહાયકી, વીજ સહાયકી વગેરે પાછળ ખર્ચાતા નાણાંની સરખામણીએ સંશોધન અને વિકાસ પાછળ ખર્ચાતા નાંણા વળતરદાયી સાબિત થઈ શકે છે. સારા ચોમાસાની સ્થિતિમાં દેશમાં અનાજનું વિક્રમી ઉત્પાદન થાય છે અને છતાં ભાવ તે પ્રમાણે નીચા રહેતા નથી. પુરવઠો વધવા સાથે ભાવ ઘટવા જોઈએ એ એક સામાન્ય ગણિત છે, પરંતુ અનાજના કિસ્સામાં આ ગણિત કામ કરતું નથી. ભાવ નીચે નહીં આવવાનું કારણ ઊંચા ઉત્પાદન ખર્ચ છે. વ્યવહારુ સ્તરે ભાવ જાળવી રાખવા યોગ્ય વ્યવસ્થાપકની ભૂમિકા ભજવવાની દેશના નીતિવિષયકોની જવાબદારી રહે છે અને આ જવાબદારી નિભાવવામાં જો કચાશ રહેશે તો ગમે તેટલો વિક્રમી પાક થશે તેનાથી ન તો ખેડૂતોનું ભલું થશે ન તો વપરાશકારોનું. ઓછા ખર્ચ સાથે ઉપજ વધારવા કૃષિ ક્ષેત્રે સંશોધન અને વિકાસ પાછળ મોટા મૂડી રોકાણની આજે આવશ્યકતા છે. અંદાજપત્ર ફાળવણીમાં પણ સરકારે તે માટે પૂરતા નાણાં ઉપલબ્ધ બની રહે તે જોવું પડશે એટલું જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓને પણ સંશોધન અને વિકાસ ખર્ચ કરવા પ્રોત્સાહિત કરવી પડશે. જળવાયુ પરિવર્તનના કારણે પાકોના થતા બગાડને અટકાવવા માટે ગ્રામ્ય માળખા, સંસ્થાકીય ધિરાણ, સારા કાચા માલ, સંશોધન તથા કૃષિ પાકોમાં વૈવિધ્યકરણ થકી કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાની આવશ્યકતા છે. રોકાણ, જળ જાળવણી, સારી ખેતી પધ્ધતિનો ઉપયોગ કરી ઉપજમાં વધારો કરવા, બજાર જોડાણ વધારવા, સંસ્થાકીય ધિરાણ ઉપલબ્ધ બનાવવાના અનેક પ્રયાસો વર્ષોથી થઈ રહ્યા છે, પરંતુ હજુ વધુ સચોટ અને અસરકારક પગલાઓ જરૂરી છે. જળવાયુ પરિવર્તનને કારણે જોવા મળતા ‘હીટ વેવ’, વધુ પડતા વરસાદ અને પૂરની સ્થિતિથી સૌથી વધુ ફટકો કૃષિ ક્ષેત્રને પડે છે તેવા સંજોગોમાં સંશોધન અને વિકાસને વેગ મળે તે જરૂરી છે.
નીચે આપેલ ગદ્યખંડની સઘન વાચના કરી પ્રશ્નોનો ઉત્તર આપો. (૨ ગુણ × ૦૫ પ્રશ્નો) — ૪.૧ કૃષિ ક્ષેત્રે સંશોધન અને વિકાસ પાછળનો ખર્ચ કેમ જરૂરી છે?
(ઉપરનો ગદ્યખંડ)
નીચે આપેલ ગદ્યખંડની સઘન વાચના કરી પ્રશ્નોનો ઉત્તર આપો. (૨ ગુણ × ૦૫ પ્રશ્નો) — ૪.૨ દેશમાં અનાજનું વિક્રમી ઉત્પાદન થવા છતાં ભાવ કેમ નીચા રહેતા નથી?
(ઉપરનો ગદ્યખંડ)
નીચે આપેલ ગદ્યખંડની સઘન વાચના કરી પ્રશ્નોનો ઉત્તર આપો. (૨ ગુણ × ૦૫ પ્રશ્નો) — ૪.૩ નીતિવિષયકોએ કેવી ભૂમિકા ભજવવાની જરૂર છે?
(ઉપરનો ગદ્યખંડ)
નીચે આપેલ ગદ્યખંડની સઘન વાચના કરી પ્રશ્નોનો ઉત્તર આપો. (૨ ગુણ × ૦૫ પ્રશ્નો) — ૪.૪ જળવાયુ પરિવર્તનના કારણે પાકોના થતા બગાડને અટકાવવા માટે શું જરૂરી છે?
(ઉપરનો ગદ્યખંડ)
નીચે આપેલ ગદ્યખંડની સઘન વાચના કરી પ્રશ્નોનો ઉત્તર આપો. (૨ ગુણ × ૦૫ પ્રશ્નો) — ૪.૫ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
રાજ્ય સરકાર દ્વારા ‘મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૩૦’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાંથી વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મુલન કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માનનીય મંત્રીશ્રી તરફથી માહિતી આપતું પ્રચાર માધ્યમો માટેનું નિવેદન આશરે ૧૫૦ શબ્દોમાં લખો.
તમારા વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવા આવતી ગાડી અનિયમિત આવે છે જેના કારણે ગંદકી ફેલાય છે. સદરહુ બાબતે સ્થાનિક નગરપાલિકાને ફરિયાદ કરતો પત્ર આશરે ૧૦૦ શબ્દોમાં લખો.
જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરની સમસ્યા દૂર કરવાના તંત્રના પ્રયાસો કેટલા અસરકારક સાબિત થયાં છે તે બાબત કેન્દ્રમાં રાખીને ‘અ બ ક’ વર્તમાનપત્રના તંત્રીને આશરે ૨૦૦ શબ્દોમાં ચર્ચાપત્ર લખો.
‘એક વૃક્ષ માતાને નામે’ અભિયાન અંતર્ગત આપના વિસ્તારમાં યોજાયેલ વૃક્ષારોપણ અંગેનો અહેવાલ આશરે ૨૦૦ શબ્દોમાં લખો.
Parking problems have become a big issue with increasing urbanisation. As our cities grow and more people own cars, finding a parking spot has become increasingly difficult. One of the main reasons for parking problems is the lack of sufficient parking spaces. Many cities were not designed to accommodate the increasing number of vehicles on the roads. As a result, finding a place to park has become a real challenge. Streets are often crowed with cars parked haphazardly, causing traffic congestion and making it difficult for other vehicles to pass. Another issue contributing to the parking problem is illegal parking. Some people park their vehicles in “No Parking” zones, footpaths, or even blocking drive ways, This not only causes inconvenience but also poses risks to pedestrians and emergency services, Imagine a situation where an ambulance cannot reach a hospital in time because the road is blocked by illegally parked vehicles.
આપેલ અંગ્રેજી ગદ્ય ખંડનો ગુજરાતીમાં ભાવાત્મક અનુવાદ કરો.
સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (૧ ગુણ × ૧૦ પ્રશ્નો) — ૧૦.૧ બે ઘોડે વાટ જોવી (રૂઢિપ્રયોગનો અર્થ અને તેનો વાક્યપ્રયોગ લખો)
સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (૧ ગુણ × ૧૦ પ્રશ્નો) — ૧૦.૨ પારકી મા જ કાન વિંધે (કહેવતનો અર્થ સમજાવો)
સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (૧ ગુણ × ૧૦ પ્રશ્નો) — ૧૦.૩ મહાબાહુ (સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો)
સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (૧ ગુણ × ૧૦ પ્રશ્નો) — ૧૦.૪ વૃધ્ધ માતા અને તાત, તાપે છે સગડી કરી; અહો! કેવું સુખી જોડું, કર્તાએ નિરમ્યું દિસે! (પંક્તિઓનો છંદ ઓળખાવો).
સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (૧ ગુણ × ૧૦ પ્રશ્નો) — ૧૦.૫ માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. (અલંકાર ઓળખાવો)
સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (૧ ગુણ × ૧૦ પ્રશ્નો) — ૧૦.૬ સમાન દષ્ટિ રાખનાર (શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો)
સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (૧ ગુણ × ૧૦ પ્રશ્નો) — ૧૦.૭ અધુરૂ (જોડણી શુધ્ધિ કરો)
સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (૧ ગુણ × ૧૦ પ્રશ્નો) — ૧૦.૮ આ હકીકત પ્રત્યે હું આપનું લક્ષ્ય દોરું છું. (લેખન શુધ્ધિ કરો)
સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (૧ ગુણ × ૧૦ પ્રશ્નો) — ૧૦.૯ મન્વંતર (શબ્દની સંધિ છોડો)
સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (૧ ગુણ × ૧૦ પ્રશ્નો) — ૧૦.૧૦ જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. (કર્તરિ વાક્યમાં રૂપાંતર કરો)
આદર્શ જવાબ PariksaPath ટીમે લખ્યા ને હકીકત ચકાસી છે; સત્તાવાર જવાબ-કી નથી. AI નું મૂલ્યાંકન માર્ગદર્શન માટે છે.