નીચે આપેલ પાંચ વિકલ્પોમાંથી કોઈ એક મુદ્દા પર ઓછામાં ઓછા ૩૫૦ શબ્દોમાં, યોગ્ય ઉદાહરણોનો આધાર લઈને નિબંધ લખો. 1.1 ભયની ફિલસૂફી: શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે?
આમાંથી કોઈ એક: 1.1, 1.2, 1.3, 1.4, 1.5
PSI મુખ્ય પરીક્ષા 2025 · 13-04-2025 · કુલ 100 ગુણ · 03 કલાક · 22 પ્રશ્ન
સત્તાવાર પ્રશ્નપત્ર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
પ્રશ્નો બધા માટે ખુલ્લા છે. આદર્શ જવાબ Group A પૅકમાં — સાથે AI જવાબ-તપાસ પણ.
નીચે આપેલ પાંચ વિકલ્પોમાંથી કોઈ એક મુદ્દા પર ઓછામાં ઓછા ૩૫૦ શબ્દોમાં, યોગ્ય ઉદાહરણોનો આધાર લઈને નિબંધ લખો. 1.1 ભયની ફિલસૂફી: શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે?
આમાંથી કોઈ એક: 1.1, 1.2, 1.3, 1.4, 1.5
નીચે આપેલ પાંચ વિકલ્પોમાંથી કોઈ એક મુદ્દા પર ઓછામાં ઓછા ૩૫૦ શબ્દોમાં, યોગ્ય ઉદાહરણોનો આધાર લઈને નિબંધ લખો. 1.2 કાયદાના અમલીકરણમાં સમસ્યા હલ કરવાની માનસિકતા માટે આવશ્યક સજ્જતા
આમાંથી કોઈ એક: 1.2, 1.1, 1.3, 1.4, 1.5
નીચે આપેલ પાંચ વિકલ્પોમાંથી કોઈ એક મુદ્દા પર ઓછામાં ઓછા ૩૫૦ શબ્દોમાં, યોગ્ય ઉદાહરણોનો આધાર લઈને નિબંધ લખો. 1.3 શું વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે?
આમાંથી કોઈ એક: 1.3, 1.1, 1.2, 1.4, 1.5
નીચે આપેલ પાંચ વિકલ્પોમાંથી કોઈ એક મુદ્દા પર ઓછામાં ઓછા ૩૫૦ શબ્દોમાં, યોગ્ય ઉદાહરણોનો આધાર લઈને નિબંધ લખો. 1.4 કટોકટી વ્યવસ્થાપનમાં પોલીસનું ઉત્તરદાયિત્વ
આમાંથી કોઈ એક: 1.4, 1.1, 1.2, 1.3, 1.5
નીચે આપેલ પાંચ વિકલ્પોમાંથી કોઈ એક મુદ્દા પર ઓછામાં ઓછા ૩૫૦ શબ્દોમાં, યોગ્ય ઉદાહરણોનો આધાર લઈને નિબંધ લખો. 1.5 કરુણા અને સહાનુભૂતિ: પોલીસ અધિકારીને સક્ષમ કરવા શા માટે અનિવાર્ય છે?
આમાંથી કોઈ એક: 1.5, 1.1, 1.2, 1.3, 1.4
તત્ત્વજ્ઞાન વૈજ્ઞાનિક રીતે જે બાબતોની સમજૂતી આપે છે તે જ બાબતોની સમજૂતી ધર્મ પોતાની રીતે વિશ્વાસ અને શ્રધ્ધાને આધારે આપે છે. સામાન્યપણે તત્ત્વજ્ઞાન અને ધર્મનું વિષયવસ્તુ મહદ્અંશે સમાન હોય છે. પરંતુ બન્નેની પધ્ધતિઓ જુદી હોય છે. તત્ત્વજ્ઞાન વૈજ્ઞાનિક પધ્ધતિથી અને ધર્મ વિશ્વાસ અને શ્રધ્ધાના આધારે કાર્ય કરે છે. બન્ને સંસ્કૃતિને પોષે છે. સંસ્કાર, તત્ત્વજ્ઞાન અને ધર્મ ત્રણે ગાઢ રીતે સંકળાયેલા છે અને એકબીજા ઉપર પ્રભાવ પાડે છે. સંસ્કારની પરિપક્વતા તત્ત્વજ્ઞાન અને ધર્મના સ્વરૂપની પરિપક્વતાનું સૂચક છે અને તત્ત્વજ્ઞાન અને ધર્મની પરિપક્વતા સંસ્કારની પરિપક્વતા સૂચવે છે. વિજ્ઞાન, કલા, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, અને ધર્મ સંસ્કારનાં સાધનો છે. પરંતુ આ બધાના પાયામાં વ્યક્તિનો અનુભવ મહત્ત્વ ધરાવે છે. વ્યક્તિ પોતાના તાત્કાલિક અનુભવના ઉપયોગ વડે જુદા જુદા ક્ષેત્રોમાં ફાળો આપે છે અને સંસ્કારનું સર્જન કરે છે. માનવીમાં અને માનવીના ચારે બાજુના ભૌતિક સામાજિક અને સંસ્કારયુક્ત વાતાવરણમાં કેટલાંક એવાં તત્ત્વો હોય છે જે વ્યક્તિના આત્મવિકાસ અને સંસ્કારના વિકાસમાં ફાળો આપે છે. માનવીમાં પોતાનાં બીજા માનવીઓમાં, પ્રકૃતિમાં અને પ્રકૃતિનાં પરિબળોમાં, આપણા મન અને આત્મામાં કેટલીક એવી શક્તિઓ રહેલી હોય છે જેઓનું અર્થઘટન કલા, તત્ત્વજ્ઞાન અને સાહિત્ય કરે છે અને તે અર્થઘટન સંસ્કારને પોષે છે. આ બધાં તત્ત્વોમાં વ્યક્તિની બુધ્ધિ અનુભવ અને અર્થઘટન મહત્ત્વનો ભાગ ભજવે છે કારણ કે સંસ્કાર અને વ્યક્તિનું જીવન બન્નેનો સમન્વય આવશ્યક હોય છે. સંસ્કારના અભાવે જીવન માનવીને આદિકાળમાં ધકેલી દે છે. જીવન અને માનવતા વિના સંસ્કાર, આડંબર, ડહાપણ અને પાંડિત્યના દેખાવ સમી હોય છે. શિક્ષણ જ્યાં સુધી માનવજીવન અને માનવમૂલ્યોના સંપર્કમાં આવતું નથી ત્યાં સુધી તે નિષ્ફળ અને નિરર્થક નીવડે છે. ઔપચારિક અને અનૌપચારિક બન્ને પ્રકારનું શિક્ષણ જ્યાં સુધી માનવજીવન અને તેનાં મૂલ્યોને પોષી શકતું નથી ત્યાં સુધી તે સંસ્કારના સર્જનમાં અને માનવજીવનને સમૃધ્ધ બનાવવામાં નિષ્ફળ નીવડે છે.
નીચે આપેલ ગદ્યખંડનો (264 શબ્દો), મૂળ વિચાર જળવાઈ રહે એ રીતે લગભગ 1/3 ભાગમાં સંક્ષેપ કરો.
'શરત' એક બેન્કર અને એક યુવાન વકીલ વચ્ચે મૃત્યુદંડ અને કેદ વિશે એક સાંજે તર્કપૂર્ણ દલીલો થઈ. બેન્કરનું માનવું હતું કે મૃત્યુદંડ એ આજીવન કેદથી વધુ માનવતાવાદી છે, જ્યારે વકીલની દલીલ હતી કે આજીવન કેદ એ મૃત્યુદંડથી વધુ માનવતાવાદી છે. યુવાન વકીલ પોતાની વાત સાબિત કરવા માટે પંદર વર્ષ એકાંત-કેદ ભોગવવા તૈયાર થયો. બેન્કરે શરત લગાવી કે જો વકીલ આટલો સમય જીવી શકે, તો તેને બીલિયન રુબલ આપશે. વકીલે એકાંતમાં જીવતા-જીવતા ભાષાઓ શીખી, ધર્મગ્રંથો વાંચ્યા અને તત્ત્વજ્ઞાન સમજ્યું. બીજી તરફ, બેન્કરને ધંધામાં નુકસાન થવા લાગ્યું અને તે કંગાળ થવા લાગ્યો. શરત પૂરી થવામાં એક રાત્રિનો સમય બાકી હતો અને બેન્કરે નક્કી કર્યું કે તે વકીલને મારી નાખે, જેથી પૈસા આપવા ન પડે. બેન્કર વકીલના ઓરડામાં પહોંચ્યો, ત્યાં એને એક પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું કે - "હું હવે સમજ્યો છું કે જ્ઞાન અને આત્મજાગૃતિ પૈસાથી ઉપર છે. હું ધનનો તિરસ્કાર કરું છું. હું શરત પૂરી થતા પહેલાં જ અહીંથી નીકળી જાઉં છું." શરત પૂરી થવામાં પાંચ કલાક બાકી હતા અને વકીલ એ એકાંતવાસના સ્થળેથી નીકળી ગયા. બેન્કર, જે હમણાં સુધી પૈસાને જીવન માનતા હતા, ભયભીત થઈ ગયા અને એણે અનુભવ્યું કે એ ખાલી હાથે ત્યાં ઊભા છે.
નીચે આપેલ ગદ્યખંડની સઘન વાચના કરી પ્રશ્નોના ઉત્તરો આપો. (02 ગુણ × 05 પ્રશ્નો) 3.1 વકીલ અને બેન્કરની દલીલો પૈકી કઈ દલીલ તમને સ્વીકાર્ય છે? શા માટે?
(ઉપરનો ગદ્યખંડ)
નીચે આપેલ ગદ્યખંડની સઘન વાચના કરી પ્રશ્નોના ઉત્તરો આપો. (02 ગુણ × 05 પ્રશ્નો) 3.2 વાર્તાનું શીર્ષક 'શરત' સમજાવો.
(ઉપરનો ગદ્યખંડ)
નીચે આપેલ ગદ્યખંડની સઘન વાચના કરી પ્રશ્નોના ઉત્તરો આપો. (02 ગુણ × 05 પ્રશ્નો) 3.3 વકીલ એકાંતવાસનું સ્થળ છોડીને શા માટે જતા રહ્યા?
(ઉપરનો ગદ્યખંડ)
નીચે આપેલ ગદ્યખંડની સઘન વાચના કરી પ્રશ્નોના ઉત્તરો આપો. (02 ગુણ × 05 પ્રશ્નો) 3.4 બેન્કરને ખાલી હાથ હોવાનો અનુભવ કેમ થયો?
(ઉપરનો ગદ્યખંડ)
નીચે આપેલ ગદ્યખંડની સઘન વાચના કરી પ્રશ્નોના ઉત્તરો આપો. (02 ગુણ × 05 પ્રશ્નો) 3.5 આ વાર્તા પરથી તમે કયો સંદેશ લેવાનું પસંદ કરશો?
ક ખ ગ શહેરના પોલીસ કમિશ્નરશ્રીએ, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે નાગરિકો હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત થાય એ આશયથી, પ્રેરણાદાયી માર્ગદર્શિકા રજૂ કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. એ સભામાં આપ ઉપસ્થિત હતા. એ સભામાં થયેલ રજૂઆતનો વિગતવાર અહેવાલ લખો.
આમાંથી કોઈ એક: 4, 4(અથવા)
તણાવ વ્યવસ્થાપન અને સર્વાંગી સ્વાસ્થ્ય સંવર્ધનના ઉદ્દેશથી પોલીસ અધિકારીઓ માટે ભિન્ન પ્રવૃત્તિઓ ધરાવતી બે દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશિબિરમાં થયેલ કાર્યનો અહેવાલ લખો.
આમાંથી કોઈ એક: 4(અથવા), 4
તમે 'ત થ દ' સોસાયટીના પ્રમુખ છો. "કમ્યુનિટી પુલિસિંગ" અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓને વધુ પરિણામલક્ષી અને અસરકારક બનાવવા માટે નાગરિકો કેવી રીતે સહાયક બની શકે તે અંગે માર્ગદર્શન આપતો પત્ર સોસાયટીના રહેવાસીઓને લખો.
આમાંથી કોઈ એક: 5, 5(અથવા)
ગુના નિવારણ અને તપાસમાં ટેકનોલૉજી પોલીસતંત્રને કેવી રીતે ઉપયોગી થઈ શકે એ અંગેની સર્વાંગી જાણકારી આપતો પત્ર 'અ બ ક' વર્તમાનપત્રના તંત્રીશ્રીને પ્રકાશન અર્થે લખો.
આમાંથી કોઈ એક: 5(અથવા), 5
Technology has revolutionized nearly every aspect of human life, and education is no exception. The integration of digital tools in classrooms has transformed traditional teaching methods, making learning more interactive and accessible. With the advent of e-learning platforms, students can now access knowledge from anywhere breaking geographical barriers and democratizing education. One of the most significant contributions of technology to education is personalized learning. Unlike traditional classrooms, where teaching follows a uniform pace, digital platforms allow students to learn at their own speed. Interactive apps and artificial intelligence-based tutoring systems assess a learner's strengths and weaknesses, providing tailored content for better understanding. This individualized approach ensures that students grasp concepts thoroughly before progressing. Furthermore, online education has expanded opportunities for individuals who may not have access to conventional schooling. Distance learning courses and virtual classrooms enable working professionals, homemakers and students in remote areas to continue their education. Additionally, recorded lectures and online resources help students revisit complex topics, reinforcing their understanding. Despite these advantages, technology in education comes with challenges. Excessive screen time can negatively impact students' health, leading to issues like eye strain and reduced physical activity. Furthermore, reliance on digital tools may diminish critical thinking and interpersonal skills, as face-to-face interactions become limited. Moreover, the digital divide remains a significant concern, as not all students have access to devices and a stable internet connection. Technology has undeniably improved the education system by making learning more engaging, flexible and inclusive. However, its implementation must be balanced with traditional teaching methods to ensure holistic development. We must work towards bridging the digital gap so that the benefits of technological advancements in education are accessible to all.
Of the following passage (277 words), abbreviate about 1/3 of the text so as to retain the original idea.
A green building is a type of building that is designed to use less energy and water while being good for the environment. These buildings use natural light, solar panels and special materials to reduce electricity use. They also have rainwater harvesting systems to save water. Green buildings help reduce pollution and keep the air clean. One important feature of green buildings is good ventilation, which allows fresh air to come inside. Many green buildings use recycled materials like wood and glass to reduce waste. They also have plants and gardens on the roofs or walls to keep the building cool. Green buildings are used for homes, schools and offices. Many cities around the world are encouraging green buildings to save natural resources. While green buildings are good for the environment, they can sometimes be expensive to build. However, they save money in the long run by lowering electricity and water bills. Governments offer special benefits and discounts to encourage people to build green buildings. Even though green buildings help the planet, not everyone knows about them or understands their benefits. More people need to learn about green buildings so that they can be used everywhere. If more green buildings are made, the world will become cleaner and healthier for future generations.
Read the following passage carefully and answer the questions. (02 marks × 05 questions) 1 : What is the purpose of rainwater harvesting in green buildings?
(ઉપરનો ગદ્યખંડ)
Read the following passage carefully and answer the questions. (02 marks × 05 questions) 2 : How do green buildings help both the environment and people?
(ઉપરનો ગદ્યખંડ)
Read the following passage carefully and answer the questions. (02 marks × 05 questions) 3 : Why do green buildings have plants on roofs or walls?
(ઉપરનો ગદ્યખંડ)
Read the following passage carefully and answer the questions. (02 marks × 05 questions) 4 : Do you think all buildings should be green buildings? Why or why not?
(ઉપરનો ગદ્યખંડ)
Read the following passage carefully and answer the questions. (02 marks × 05 questions) 5 : What could happen if more green buildings are made in the future?
જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ માનવજીવન મૂલ્યો પર આધારિત છે. આ મૂલ્યો આપણાં વર્તન, વિચારસરણી અને સમાજ સાથેના સંબંધોને આકાર આપે છે. સત્ય, ઈમાનદારી, કરુણા, આદર અને ન્યાય જેવા મૂલ્યો એક સંસ્કારી અને સમૃદ્ધ જીવન જીવવા માટે અનિવાર્ય છે. તે માત્ર વ્યક્તિગત વિકાસ માટે જ નહીં, પરંતુ સમાજમાં સંવાદિતા અને એક્તા સ્થાપિત કરવા માટે પણ જરૂરી છે. સત્ય અને ઈમાનદારી જેવાં મૂલ્યો વ્યક્તિ માટે ચોક્કસ અને મજબૂત પાયો બનાવે છે. સત્યનિષ્ઠતા માત્ર વ્યક્તિગત જીવનમાં નહીં, પરંતુ વ્યવસાય અને સંબંધોમાં પણ પ્રામાણિકતા લાવે છે. સમાનતાનો ભાવ અને ન્યાય પર ચાલતા લોકો સમાજમાં વિશ્વાસ અને ન્યાયસંગત વ્યવહાર ફેલાવે છે. કરુણા અને દયા અન્ય લોકોની વેદના સમજવા અને તેમને મદદ કરવાનો સંદેશો આપે છે. આદર અને વિનમ્રતા જેવાં મૂલ્યો માનવતાવાદી સમાજની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આજે આધુનિક જીવનશૈલી અને સ્પર્ધાત્મકતા વચ્ચે, લોકો મૂલ્યોને અવગણીને માત્ર સ્વાર્થને પ્રાધાન્ય આપતા હોય છે. તેનાથી લોકોએ માનસિક શાંતિ ગુમાવી છે અને તેમને એકલતાનો અનુભવ થાય છે. સારાં મૂલ્યોને અપનાવવાથી સમાજમાં શાંતિ અને સુખદ આશાવાદ ફેલાય છે. અંતે, જીવનમાં સાચાં મૂલ્યોને અપનાવવાથી વ્યક્તિ માત્ર સફળતાની સિદ્ધિ જ નહીં, પણ એક સંતુલિત અને સમૃદ્ધ જીવન જીવવાની તક મેળવે છે.
Translate the following Gujarati passage into English without losing its meaning.
આદર્શ જવાબ PariksaPath ટીમે લખ્યા ને હકીકત ચકાસી છે; સત્તાવાર જવાબ-કી નથી. AI નું મૂલ્યાંકન માર્ગદર્શન માટે છે.