મુખ્ય સામગ્રી પર જાઓ
CCE Group A પૅક
લેખિત PYQ

મહેસૂલ તલાટી — ગુજરાતી (પેપર-1)

મહેસૂલ તલાટી મુખ્ય પરીક્ષા 2025 · 14-10-2025 · કુલ 100 ગુણ · 3 કલાક · 43 પ્રશ્ન

સત્તાવાર પ્રશ્નપત્ર: GSSSB

પ્રશ્નપત્રની સૂચનાઓ
  • તમામ પ્રશ્નો ફરજિયાત છે.
  • ખાસ સુચના : જવાબો લખતા પહેલા જવાબવહીમાં તમામ પ્રશ્નો પૂરેપૂરા છપાયેલા છે કે કેમ તેની પ્રથમ ખાતરી કરી લો. જો પ્રશ્નો પૂરા છપાયા ન હોય અથવા કોઈ પૃષ્ઠ ફાટેલું હોય કે કોઈ પૃષ્ઠ સામેલ ન હોય અથવા અન્ય કોઈ ક્ષતિ જણાય તો તરતજ ખંડ નિરીક્ષક પાસેથી જવાબવહી અચૂક બદલાવી લેવી. એકવાર જવાબ લખવાનું ચાલુ કર્યા બાદ જવાબવહી બદલી આપવામાં આવશે નહિ.
  • સૂચનાઃ 1. પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો ફરજિયાત છે. 2. પ્રશ્નનાં જવાબ પાછળનાં પૃષ્ઠથી લખવા. 3. આ પૃષ્ઠ પર જવાબ લખવામાં આવશે તો તેના ગુણ આપવામાં આવશે નહી.

પ્રશ્નો બધા માટે ખુલ્લા છે. આદર્શ જવાબ Group A પૅકમાં — સાથે AI જવાબ-તપાસ પણ.

નિબંધ

પ્ર. 1(1)10 ગુણ· 200 શબ્દ

નીચે આપેલ ત્રણ વિકલ્પો પૈકી કોઈપણ એક પર આશરે 200 શબ્દોમાં નિબંધ ખો. 1. તાજેતરમાં GST માં થયેલ ફેરફારો અને તેની ભારતની અર્થવ્યવસ્થા પર અસરો.

આમાંથી કોઈ એક: 1(1), 1(2), 1(3)

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 1(2)10 ગુણ· 200 શબ્દ

2. સોશિયલ મીડિયા બાળકો માટે ખતરો છે કે તક?

આમાંથી કોઈ એક: 1(2), 1(1), 1(3)

✍️ જવાબ લખો → AI તપાસ

વિચાર વિસ્તાર

પ્ર. 2(1)5 ગુણ· 100 શબ્દ

નીચે આપેલ ત્રણ વિકલ્પોમાંથી કોઈપણ બે કાવ્યપંક્તિઓ કે ગદ્યસૂક્તિનો આશરે 100 શબ્દોમાં વિચાર વિસ્તાર કરો. (પ્રત્યેકના 05 ગુણ રહેશે.) 1. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. – ‘આદિલ’ મન્સૂરી

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 2(2)5 ગુણ· 100 શબ્દ

2. એવી રીતે જીવવું જોઈએ, જાણે આપણે કાલે જ મૃત્યુ પામવાના હોઈએ. તેવી રીતે શીખવું જોઈએ, જાણે વર્ષો સુધી જીવિત રહેવાના છીએ. – મહાત્મા ગાંધી

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 2(3)5 ગુણ· 100 શબ્દ

3. થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ, તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ. – રમેશ પારેખ

✍️ જવાબ લખો → AI તપાસ

સંક્ષેપ

પ્ર. 310 ગુણ· આશરે 53 શબ્દ (1/3 ભાગ)
ગદ્યખંડ / ફકરો

ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણમાં ફરીથી રાજ્યની ભૂમિકામાં પરિવર્તન આવી રહ્યું છે. આમ છતાં, નવા પ્રવાહો વચ્ચે પણ રાજ્યે પોતાની કલ્યાણકારી ભૂમિકા વત્તા ઓછા અંશે નિભાવવાની રહે જ છે. આજે પણ રાજ્ય બાળકના જન્મથી જ નહીં, પરંતુ જન્મ થયા પહેલાથી જ કાળજી લેવાનું શરૂ કરે છે. માતા ગર્ભવતી હોય ત્યારથી તંદુરસ્ત બાળક માટે માતાના આરોગ્યની વિવિધ યોજનાઓ રાજ્ય હાથ ધરે છે. બાળકના જન્મની નોંધ લઈને તે અટકી જતું નથી પરંતુ મનુષ્યના આરોગ્ય, શિક્ષણ, શુધ્ધ પાણી, રહેઠાણની વ્યવસ્થા, પોષણયુક્ત આહાર, રોજગારીની વ્યવસ્થા, પ્રવાસનાં ધામોની જાળવણી અને વિકાસ, રસ્તા, પુલો, બસ, રેલ્વે અને વિમાનસેવા જેવા વાહનવ્યવહાર અને ટપાલ, ટેલિફોન, ઈન્ટરનેટ જેવાં સંદેશા-વ્યવહારનાં સાધનો જેવી અનેક બાબતોનું સંચાલન રાજ્ય લોકોના કલ્યાણના હેતુથી કરે છે. આજે રાજ્ય કેટલીક સેવાઓમાંથી સબસીડી ઓછી કરી રહ્યું છે, તો કેટલાંક ખોટ કરતાં જાહેર સાહસો અને ભારે ખોટ કરતી સેવાઓ ખાનગી એકમોને સોંપી રહ્યું છે. આમ છતાં, દુષ્કાળ રાહત, ધરતીકંપ, રેલ રાહત, અગ્નિશામક સેવાઓ, કોમી રમખાણો જેવી આપત્તિઓ સમયે રાજ્ય ‘કટોકટી સંચાલન’ સેવા માટે વધુ સક્રિયતા બતાવવા માંડી છે.

નીચે આપેલ ગદ્યખંડ (આશરે 156 શબ્દો), મૂળ વિચાર જળવાઈ રહે એ રીતે લગભગ 1/3 ભાગમાં (આશરે 53 શબ્દો) સંક્ષેપ કરો.

✍️ જવાબ લખો → AI તપાસ

ગદ્યખંડ-વાંચન (સમજ)

પ્ર. 4(1)1 ગુણ
ગદ્યખંડ / ફકરો

જગતમાં પ્રભાવક ‘જમાદારી’ કેટલી ઝડપથી બદલાય છે તે જાણી આશ્ચર્ય થાય છે, 1945માં બીજા વિશ્વયુધ્ધના અંત બાદ જગત પર અમેરીકન ‘જમાદારી’ છવાઈ ગઈ અને બ્રિટન તદ્દન હાંસિયામાં ધકેલાઈ ગયું. બીજા વિશ્વયુધ્ધમાં ઘણા યુરોપીયન દેશોનો કચ્ચરઘાણ વળી ગયો અને અમેરીકા ઉદયની શરૂઆત થઈ. કારણકે ઔદ્યોગિક ક્રાન્તિની શરૂઆત આજથી લગભગ 250 વર્ષ પહેલા ભલે બ્રિટને કરી પરંતુ જેને આપણે જથ્થાબંધ ઉત્પાદન, એસેમ્બલી લાઈન ઉત્પાદન અને જથ્થાબંધ વિતરણની શરૂઆત કહીએ છીએ અથવા બીજી ઔદ્યોગિક ક્રાન્તિ કહીએ છીએ તેની શરૂઆત અમેરીકાએ કરી. તે પછી જેને આપણે ડિજિટલ ક્રાન્તિ તેમજ એ. આઈ. ક્રાન્તિ કહીએ છીએ તે પણ અમેરીકાએ આણી છે. અમેરીકા જે અત્યારે જગતમાં સર્વોપરિતા બતાવે છે તે પોતે જ ઈ.સ. 1776 સુધી બ્રિટનની વસાહત હતી. આથી અમેરીકા જગતમાં પોતાની વસાહતો સ્થાપવામાં માનતું નથી. પરંતુ જગતમાં ઠેકઠેકાણે પોતાને અનુકુળ સરકારો કે કહ્યાગરી સરકારોની રચના કરવા માંગે છે. ભૌગોલિક રીતે ઘણું દૂર હોવાથી વીજળીની ઝડપે નજીકથી કલાક કે બે કલાકમાં જગતના કોઈપણ દેશ પર હવાઈ કે જહાજી હુમલો કરવા તેણે જગતભરમાં 700 થી વધુ લશ્કરી થાણા સ્થાપ્યાં છે. પોતાના લશ્કરી બળ પર મુસ્તાક અમેરીકા જગત પર અપ્રત્યક્ષ રીતે રાજ કરવા માંગે છે. હવે બીજા દેશો પર પ્રત્યક્ષ રાજ કરવાનો જમાનો જતો રહ્યો છે એટલે જગતના રાજકારણમાં ‘‘હેજીમોની’’નો ખ્યાલ ઊભો થયો છે. હેજીમોની એટલે બીજા દેશોનો પ્રત્યક્ષ કબજો લેવાને બદલે તેના પર પ્રભુત્વ ભોગવવું અને જે તે દેશોની સરકારોને અમેરીકાના હિતો સાચવવા કે વધારવા માટે અમેરીકાની તાબેદારી સ્વીકારવી. પરંતુ, હવે જગત એક ધ્રુવી રહ્યું નથી. અમેરીકાને એવો ભય લાગવા માંડ્યો છે કે, જગતમાં સત્તાનું કેન્દ્ર હવે એશિયાના બે સૌથી મોટા દેશો ચીન અને ભારતમાં તો નહીં ચાલ્યું જાય ને?

નીચે આપેલ ગદ્યખંડની સઘન વાંચના કરી પ્રશ્નોના ઉત્તર આપો. 1. જગતમાં અમેરીકાની ‘જમાદારી’ કેવી રીતે શરૂ થઈ?

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 4(3)1 ગુણ

(ઉપરનો ગદ્યખંડ)

3. જગતના કોઈપણ દેશ પર હુમલો કરવા માટે અમેરીકાએ કેવું આયોજન કર્યું છે?

✍️ જવાબ લખો → AI તપાસ

પ્રસાર માધ્યમો માટે નિવેદન

પ્ર. 510 ગુણ· 200 શબ્દ

આપના શહેરમાં આગામી બે દિવસ દરમ્યાન નવી પમ્પીંગ મશીનરી નાખવા માટે પાણી પુરવઠો બંધ રહેવા બાબત નગરપાલિકાના મુખ્ય અધિકારી તરફથી માહિતી આપતું પ્રસાર માધ્યમો માટેનું નિવેદન આશરે 200 શબ્દોમાં લખો.

✍️ જવાબ લખો → AI તપાસ

પત્રલેખન (ફરિયાદ પત્ર)

પ્ર. 65 ગુણ· 100 શબ્દ

તમારા વિસ્તારમાં અનિયમિત વીજ પૂરવઠા બાબતે વીજ ખાતાને ફરિયાદ કરતો પત્ર આશરે 100 શબ્દોમાં લખો.

✍️ જવાબ લખો → AI તપાસ

ચર્ચાપત્ર

પ્ર. 710 ગુણ· 200 શબ્દ

આપના શહેરમાં આડેધડ પાર્કિંગ તેમજ તેના કારણે થતી ટ્રાફિક સમસ્યાને કેન્દ્રમાં રાખીને ‘અબક’ વર્તમાનપત્રના તંત્રીને આપનો વ્યક્તિગત અભિપ્રાય રજુ કરતું આશરે 200 શબ્દોમાં ચર્ચાપત્ર લખો.

✍️ જવાબ લખો → AI તપાસ

અહેવાલ લેખન

પ્ર. 810 ગુણ· 200 શબ્દ

તાજેતરમાં આપની કચેરીમાં યોજાઈ ગયેલાં વૃક્ષારોપણ કાર્યક્રમ અંગેનો અહેવાલ આશરે 200 શબ્દોમાં લખો.

✍️ જવાબ લખો → AI તપાસ

અનુવાદ (અંગ્રેજી → ગુજરાતી)

પ્ર. 9(1)1 ગુણ

નીચે આપેલ વાક્યોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો.

1. The boys are working on the first floor.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 9(2)1 ગુણ

નીચે આપેલ વાક્યોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો.

2. He draws pictures during holidays.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 9(3)1 ગુણ

નીચે આપેલ વાક્યોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો.

3. He had run very fast to catch the train.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 9(4)1 ગુણ

નીચે આપેલ વાક્યોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો.

4. When the teacher entered the classroom, all the students were playing.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 9(5)1 ગુણ

નીચે આપેલ વાક્યોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો.

5. The cook has made a delicious dish.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 9(6)1 ગુણ

નીચે આપેલ વાક્યોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો.

6. How long have you been in this city?

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 9(7)1 ગુણ

નીચે આપેલ વાક્યોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો.

7. I haven’t watched that film before.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 9(8)1 ગુણ

નીચે આપેલ વાક્યોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો.

8. If you wear warm clothes, you won’t get cold.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 9(9)1 ગુણ

નીચે આપેલ વાક્યોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો.

9. The engine will start when you push that button.

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 9(10)1 ગુણ

નીચે આપેલ વાક્યોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો.

10. How high can you jump?

✍️ જવાબ લખો → AI તપાસ

ગુજરાતી વ્યાકરણ

પ્ર. 10(1)2 ગુણ
રૂઢિપ્રયોગ

સૂચવ્યા મુજબ ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના જવાબ લખો 1. હાડકાં રંગવા (રૂઢિપ્રયોગનો અર્થ અને તેનો વાક્યપ્રયોગ લખો)

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 10(2)2 ગુણ
કહેવત

2. મધદરિયામાં ખારવા ખૂટ્યા (કહેવતનો અર્થ સમજાવો અને તેનો વાક્યપ્રયોગ લખો)

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 10(5.1)1 ગુણ
અલંકાર

5.1. હીરો એ હીરો ને કાચ એ કાચ, એકનું સ્થાન બીજો લઈ શકે? (અલંકાર ઓળખાવો)

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 10(5.2)1 ગુણ
અલંકાર

5.2. અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે (અલંકાર ઓળખાવો)

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 10(6.1)1 ગુણ
શબ્દસમૂહ માટે એક શબ્દ

6.1. બરફથી ઢંકાયેલું (શબ્દસમૂહ માટે એક શબ્દ આપો)

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 10(6.2)1 ગુણ
શબ્દસમૂહ માટે એક શબ્દ

6.2. મલિન નથી તેવું (શબ્દસમૂહ માટે એક શબ્દ આપો)

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 10(8.1)1 ગુણ
લેખન શુદ્ધિ

8.1. દરેક વિદ્યાર્થીઓએ મેદાન ઉપર હાજર રહેવું (લેખન શુધ્ધિ કરો)

✍️ જવાબ લખો → AI તપાસ
પ્ર. 10(10)2 ગુણ
વાક્ય-પરિવર્તન

10. મરીને શો લાભ? (પ્રશ્નાર્થમાંથી નિર્દેશાર્થ કરો)

✍️ જવાબ લખો → AI તપાસ

આદર્શ જવાબ PariksaPath ટીમે લખ્યા ને હકીકત ચકાસી છે; સત્તાવાર જવાબ-કી નથી. AI નું મૂલ્યાંકન માર્ગદર્શન માટે છે.