1. ભારતીય સંસ્કૃતિ — પરિચય
ભારતની સંસ્કૃતિ ને વારસાનો ટૂંકો પરિચય ને યાદ રાખવાની સહેલી રીત.
ભારતીય સંસ્કૃતિ એટલે શું?
- •ભારતની સંસ્કૃતિ ખૂબ જૂની ને વિવિધતાથી ભરેલી છે. અહીં ઘણા ધર્મ, ભાષા, નૃત્ય, સંગીત, સ્થાપત્ય ને તહેવારો છે. આ બધું મળીને ભારતનો વારસો બને છે. પરીક્ષામાં આ વિષય પરથી ધર્મ-દર્શન, ગ્રંથ, મંદિર, ગુફા, નૃત્ય-સંગીત, તહેવાર ને UNESCO સાઇટ પર પ્રશ્નો પૂછાય છે.
યાદ રાખવાની ટ્રિક
- છ દર્શન યાદ રાખવા માટે — 'ન્યાય-વૈશેષિક, સાંખ્ય-યોગ, મીમાંસા-વેદાંત' આ ત્રણ જોડી તરીકે યાદ રાખો. ચાર વેદ માટે — 'ઋ-ય-સા-અ' (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ). મંદિર શૈલી માટે — 'નાગર = ઉત્તર, દ્રવિડ = દક્ષિણ, વેસર = બંનેનું મિશ્રણ'.