1. શરૂઆત — DI અને DS કેવી રીતે ઝડપથી ઉકેલવા
પાયાની વાત
- •માહિતી અર્થઘટન (DI) એટલે કોષ્ટક, બાર ચાર્ટ, રેખા આલેખ, પાઈ ચાર્ટ કે ફકરા(caselet)માં આપેલા આંકડા વાંચીને જવાબ શોધવો.
- •માહિતી પર્યાપ્તતા (DS) એટલે જવાબ ગણવાનો નહીં, પણ 'આપેલા વિધાન પરથી જવાબ નક્કી થઈ શકે કે નહીં' એ જ નક્કી કરવાનું.
- •બંનેમાં મોટાભાગના આંકડા સહેલા હોય છે — ભૂલ ઉતાવળ અને ખોટો આંકડો વાંચવાથી થાય છે, ગણિત અઘરું હોવાથી નહીં.
પહેલા પ્રશ્ન વાંચો, પછી જરૂર પૂરતી માહિતી જુઓ
- •સૌથી મોટી ભૂલ: આખું કોષ્ટક પહેલા વાંચવા બેસવું. એમ કરવાથી સમય જાય છે.
- •સાચી રીત: પહેલા પ્રશ્ન વાંચો — તેમાં શું પૂછ્યું છે (કુલ? સરેરાશ? તફાવત? ટકા?) એ સમજો.
- •પછી ચાર્ટ/કોષ્ટકમાંથી ફક્ત જે બે-ત્રણ આંકડા જોઈએ એ જ આંગળી મૂકીને ઉપાડો. બાકીના આંકડા છોડી દો.
- •ઉદાહરણ: 'C દુકાનનું વેચાણ કેટલું?' — તો સીધું C ની સામેનો આંકડો વાંચો, A/B/D જોવાની જરૂર નથી.
પ્રશ્ન કયા પ્રકારનો છે તે ઓળખો
- •'કેટલા?' / સીધું મૂલ્ય → ચાર્ટમાંથી સીધો આંકડો ઉપાડો.
- •'કુલ' → જરૂરી આંકડા સરવાળો.
- •'સરેરાશ' → સરવાળો ÷ સંખ્યા.
- •'તફાવત' → મોટો − નાનો.
- •'ગુણોત્તર' → બે આંકડા લખી નાનામાં નાના વડે ભાગો.
- •'ટકા' → (ભાગ ÷ કુલ) × 100.
- •'ટકા વધારો/ઘટાડો' → (નવો − જૂનો) ÷ જૂનો × 100.
- •પાઈ ચાર્ટ + 'કોણ' આપ્યો → મૂલ્ય = (કોણ ÷ 360) × કુલ.
- •DS પ્રશ્ન (વિધાન I, વિધાન II) → જવાબ ગણવાનો નહીં, ફક્ત પૂરતું છે કે નહીં તે વિચારો.