CCE પ્રિલિમ — છેલ્લા 12 દિવસનું ટાઇમટેબલ
રોજ સવારે 1 ફુલ મોક અસલી પેપર જેવા દબાણે, બપોરે રિઝનિંગ-ગણિતની પ્રકરણ-ટેસ્ટ, સાંજે GK ને કરન્ટ અફેર્સ, રાત્રે એક પોસ્ટર. શું ખોલવું તે વિચારવામાં સમય ન જાય — દરેક લીટી પર સીધી લિંક છે.
- 11 ફુલ મોક (150 પ્રશ્ન · 120 મિનિટ)
- 55 પ્રકરણવાર ટેસ્ટ
- GK 30 ગુણ — સાવ નવો વિભાગ, રોજ
- બધું 100% ફ્રી
150 પ્રશ્ન · 120 મિનિટ · CBT
કમ્પ્યૂટર પર. રિઝનિંગ 60 · ગણિત 30 · GK+CA 30 · English 15 · ગુજરાતી 15
−0.25 નેગેટિવ
ન કરેલો પ્રશ્ન 0, ખોટો −0.25. અંદાજ ફક્ત બે વિકલ્પ કાઢી શકો તો.
48 સેકન્ડ / પ્રશ્ન
અસલી 2024 પેપરમાં 36 સેકન્ડ હતા — ઝડપ જ પરીક્ષા છે.
🆕 16 સપ્ટેમ્બરની પરીક્ષા પછી ઉમેરેલી 10 ટેસ્ટ
પહેલા દિવસે જે પ્રકારના પ્રશ્ન પુછાયા — શરતી કોડિંગ, બેઠક વ્યવસ્થાના કોયડા, અક્ષર-આંકની શ્રેણી, સરનામું સરખામણી ને મધ્યમ પ્રમાણપદ — એની અલગ પ્રેક્ટિસ.
12પાયો માપો — અસલી પેપર જેવી લંબાઈનો મોક · લગભગ 5 કલાક 45 મિનિટ▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
🌆 સાંજે
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: આજનો સ્કોર ગમે તે આવે, નોંધી લો — 12 દિવસ પછી એની સામે જ માપવાનું છે. મોકમાં 150 પ્રશ્ન 120 મિનિટમાં: પ્રશ્ન દીઠ 48 સેકન્ડ; 90 સેકન્ડથી વધુ જાય તો Mark for Review કરીને આગળ. મોક પણ સ્ક્રીન પર જ છે, અસલી CBT જેવી ટેવ (પેલેટ · Save & Next · Mark for Review) અહીં જ પડવી જોઈએ.
11લોહીનો સંબંધ ને નફો-ખોટ · લગભગ 6 કલાક 15 મિનિટ▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
- રિઝનિંગ: લોહીનો સંબંધ30 મિનિટ
- ગણિત: નફો, ખોટ અને વળતર30 મિનિટ
- ગુજરાતી: સમાનાર્થી શબ્દ40 મિનિટ
🌆 સાંજે
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: લોહીના સંબંધમાં આકૃતિ દોર્યા વગર ન ઉકેલો — 20 સેકન્ડની આકૃતિ 1 મિનિટ બચાવે છે.
10કોડિંગ-દિશા ને ગુણોત્તર · લગભગ 6 કલાક 15 મિનિટ▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
- રિઝનિંગ: કોડિંગ-ડિકોડિંગ30 મિનિટ
- રિઝનિંગ: દિશા જ્ઞાન30 મિનિટ
- ગણિત: ગુણોત્તર અને પ્રમાણ (ભાગીદારી સહિત)30 મિનિટ
- English: Antonyms40 મિનિટ
🌆 સાંજે
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: કોડિંગમાં અક્ષરના ક્રમાંક (A=1 … Z=26) ને ઊલટા ક્રમાંક (Z=1) — બંને કોષ્ટક હાથે લખ્યા વગર મોંઢે થવા જોઈએ.
9ગાણિતિક ક્રિયાઓ ને સમય-કાર્ય · લગભગ 6 કલાક 45 મિનિટ▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
- રિઝનિંગ: ગાણિતિક ક્રિયાઓ30 મિનિટ
- રિઝનિંગ: ખૂટતી કડી30 મિનિટ
- ગણિત: સમય અને કાર્ય (પાઇપ-ટાંકી સહિત)30 મિનિટ
- ગુજરાતી: વિરુદ્ધાર્થી શબ્દ40 મિનિટ
🌆 સાંજે
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: ગુજરાત-વિશેષ પ્રશ્નો દરેક વિષયમાં ફેલાયેલા છે (માપેલું: સ્થિર GK ના 20%). CA પુસ્તકનો ગુજરાત વિભાગ બે વાર વાંચવો.
8શ્રેણી-કૅલેન્ડર ને ઝડપ-અંતર · લગભગ 6 કલાક 45 મિનિટ▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
- રિઝનિંગ: સંખ્યા-શ્રેણી ને સમાંતર શ્રેણી30 મિનિટ
- રિઝનિંગ: ઘડિયાળ અને કૅલેન્ડર30 મિનિટ
- ગણિત: સમય, અંતર અને ઝડપ30 મિનિટ
- English: Idiomatic Expressions40 મિનિટ
🌆 સાંજે
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: કૅલેન્ડરના પ્રશ્ન માટે 'ઓડ ડેઝ' ની રીત એક જ વાર બરાબર શીખો — પછી દરેક વર્ષ 30 સેકન્ડમાં.
7વેન-નિવેદન ને સરળીકરણ · લગભગ 6 કલાક 45 મિનિટ▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
- રિઝનિંગ: વેન ડાયાગ્રામ30 મિનિટ
- રિઝનિંગ: નિવેદન અને અનુમાન30 મિનિટ
- ગણિત: સરળીકરણ30 મિનિટ
- ગુજરાતી: રૂઢિપ્રયોગનો અર્થ40 મિનિટ
🌆 સાંજે
- GK: ભારતીય અર્થતંત્ર30 મિનિટ
- GK: બૅન્કિંગ અને નાણાકીય નીતિ30 મિનિટ
- GK પુસ્તક: RBI · બજેટ 2026-27 ના આંકડા20 મિનિટ
- આજનું દૈનિક કરન્ટ અફેર્સ — વાંચન + ક્વિઝ15 મિનિટ
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: અર્થશાસ્ત્ર માપેલા વજનમાં બીજા ક્રમે છે — 13 પ્રકરણમાંથી આ બે (અર્થતંત્ર · બૅન્કિંગ) સૌથી વધુ પુછાય છે.
6માહિતી-અર્થઘટન ને સંખ્યા પદ્ધતિ · લગભગ 6 કલાક 55 મિનિટ▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
- રિઝનિંગ: માહિતી અર્થઘટન ને પર્યાપ્તતા30 મિનિટ
- રિઝનિંગ: સંભાવના30 મિનિટ
- ગણિત: સંખ્યા પદ્ધતિ30 મિનિટ
- English: One Word Substitution40 મિનિટ
🌆 સાંજે
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: DI ના 5 પ્રશ્ન એક જ કોષ્ટક પર હોય છે — કોષ્ટકનું કુલ ને સરેરાશ પહેલા જ ગણી લો, પછી પાંચેય ઝડપથી.
5ઉંમર-ઊંચાઈ ને શ્રેઢી · લગભગ 6 કલાક 55 મિનિટ▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
- રિઝનિંગ: ઉંમર અને ઊંચાઈ30 મિનિટ
- રિઝનિંગ: તાર્કિક ને ગાણિતિક વિશ્લેષણ30 મિનિટ
- ગણિત: શ્રેણી (સમાંતર અને સમગુણોત્તર)30 મિનિટ
- ગુજરાતી: કહેવતનો અર્થ40 મિનિટ
🌆 સાંજે
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: આજથી નવું વાંચવાનું ઘટાડો; જે ટેસ્ટ આપી છે એની ભૂલો બીજી વાર જુઓ. મારી ભૂલો પાનું 15 ટેસ્ટ સુધી યાદ રાખે છે.
4મોડેલિંગ-સાબિતી ને લ.સા.અ. · લગભગ 6 કલાક 55 મિનિટ▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
- રિઝનિંગ: ગાણિતિક મોડેલિંગ30 મિનિટ
- રિઝનિંગ: ગણિતમાં સાબિતીઓ30 મિનિટ
- ગણિત: લ.સા.અ. અને ગુ.સા.અ.30 મિનિટ
- English: Tenses40 મિનિટ
🌆 સાંજે
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: 2026 ના પેપરમાં પહેલી વાર 'સાબિતી' ને 'મોડેલિંગ' આવ્યાં છે — સિલેબસના શબ્દો છે, અઘરા નથી; આજની બે ટેસ્ટ પછી ડર નીકળી જશે.
3અસલી પેપર ને બીજો રાઉન્ડ · લગભગ 7 કલાક▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
🌆 સાંજે
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: અસલી પેપર 2024 નાં 65 છે ને એ જ ઢબ 2026 માં આવવાની: 36 સેકન્ડ/પ્રશ્ન. PYQ સેટ ટાઇમર સાથે જ આપો.
2છેલ્લો ફુલ મોક · લગભગ 6 કલાક 25 મિનિટ▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
- રિઝનિંગ: લોહીનો સંબંધ — ટેસ્ટ 230 મિનિટ
- રિઝનિંગ: ગાણિતિક ક્રિયાઓ — ટેસ્ટ 230 મિનિટ
- ગણિત: મિશ્રણ30 મિનિટ
- English: Prepositions and Conjunctions40 મિનિટ
🌆 સાંજે
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: આજ પછી નવો મોક નહીં — છેલ્લા દિવસે થાક ને શંકા સિવાય કંઈ મળતું નથી.
1આગલો દિવસ — હળવું રિવિઝન, વહેલી ઊંઘ · લગભગ 2 કલાક 35 મિનિટ▼
🕘 સવારે 9:00
🕚 મોક પછી
🕓 બપોરે
🌆 સાંજે
🌙 સૂતાં પહેલાં
💡 ટિપ: 150 પ્રશ્ન / 120 મિનિટ / −0.25, કમ્પ્યૂટર પર. પહેલા 45 મિનિટ રિઝનિંગ (60), પછી ગણિત (30), છેલ્લે GK-English-ગુજરાતી ઝડપથી. અંતે 8 મિનિટ Mark for Review વાળા માટે. ન કરેલો 0, ખોટો −0.25.
પરીક્ષાના દિવસે
- 1પરીક્ષા કમ્પ્યૂટર પર (CBT) છે — OMR નહીં, બબલ નહીં. કેન્દ્ર પર રિપોર્ટિંગ સમય કરતાં 45 મિનિટ વહેલા; કૉલ લેટર + ફોટો-ID + કાચા કામ માટે એક પેન (કાચી શીટ કેન્દ્ર આપે છે).
- 2સ્ક્રીન પર જમણી બાજુ પ્રશ્ન-પેલેટ: દરેક પ્રશ્નનો રંગ કહે છે કે જવાબ સાચવ્યો છે, છોડ્યો છે કે Mark for Review છે. કોઈ પણ નંબર પર ક્લિક કરીને એ પ્રશ્ન પર સીધા જવાય છે.
- 348 સેકન્ડ/પ્રશ્નનો સરેરાશ છે; 90 સેકન્ડ પછી Mark for Review દબાવીને આગળ વધો. Mark for Review માં પણ પસંદ કરેલો વિકલ્પ ગણાય છે — Save & Next ને Mark બંને સાચવે છે, ફક્ત Clear Response ભૂંસે છે.
- 4Next પર જતાં પહેલાં વિકલ્પ સાચવ્યો છે તે પેલેટના રંગમાં જુઓ. ન કરેલો પ્રશ્ન 0 ગુણ, ખોટો −0.25 — એટલે ખાલી છોડવો એ ખોટા જવાબ કરતાં સારું.
- 5GK-CA માં ખબર ન હોય તો અંદાજ ન લગાવો — બે વિકલ્પ કાઢી શકો તો જ.
- 6છેલ્લી 8 મિનિટ: Mark for Review વાળા પ્રશ્ન ફરી જુઓ. સમય પૂરો થાય એટલે પેપર આપોઆપ જમા થાય છે, છેલ્લે અલગથી Submit શોધવામાં સમય ન બગાડો.
- 7પેપર પછી પરિક્ષાપથ પર આન્સર-કી કૅલ્ક્યુલેટર: /answer-key — તમારો અંદાજિત સ્કોર તરત.
પરીક્ષાની બારી GSSSB ની 8 સપ્ટે. 2026 ની કોલ-લેટર સૂચના મુજબ (16 થી 29 સપ્ટેમ્બર, MCQ-CBRT); તમારા કૉલ લેટરમાં લખેલી તારીખ, સમય ને કેન્દ્ર જ અંતિમ ગણવાં. પ્લાનનો ક્રમ 2024 નાં 65 અસલી પેપર ને 2025-26 નાં 85 GSSSB પેપરના માપેલા વજન પરથી છે.